મોરબી : મોરબી જિલ્લાના તમામ બિયારણ વિક્રેતાઓને સુચના આપવામાં આવે છે પોતાની પેઢીના લાઇસન્સ સમયસર રીન્યુ કરાવી લેવા તેમજ જરૂરી પ્રિન્સીપલ સર્ટી. નો ઉમેરો કર્યા બાદ જ સરકાર માન્ય બિયારણનું વેચાણ કરવું. સરકાર માન્ય જાતો સિવાય અન્ય જાતો ના બિયારણનું વિતરણ કે વેચાણ કરવું નહી. વિશેષમાં જણાવવાનું કે બિયારણ વેચાણમાં વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે મુજબની વિતરણ વ્યવસ્થા ગોઠવવી. કોઈ પણ વિક્રેતાએ બિયારણના પેકેટ પર છાપેલ કિંમત કરતા વધારે કિંમતે બિયારણ વિતરણ કરવું નહી. તથા કોઈ પણ પ્રકારનું હલકી ગુણવત્તાવાળું અને અન-અધિકૃત બિયારણનું વેચાણ કરવું નહી. વધુમાં જણાવવાનું કે બિયારણ વેચાણ સાથે બીજી કોઈ પણ પ્રકારની ખેત સામગ્રીની ફરજીયાત પણે ખરીદી કરવાનો ખેડુતોને અનુરોધ કરવો નહી કે ફરજ પાડવી નહી. વિશેષમાં જણાવવાનું કે બિયારણ સ્ટોક રજીસ્ટર, ડીસપ્લે બોર્ડ તથા બીલ બુક નિયત નમુનામાં અદ્યતન પ્રકારે નિભાવવાની રહેશે. બિયારણ વેચાણ બાબતે કોઈ પણ પ્રકારની અનિયમિતતા માલુમ પડશે અથવા ધ્યાન પર આવશે તો તેમની પેઢીનું બિયારણ વેચાણ લાઈસન્સ તાત્કાલીક અસરથી રદ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા નાયબ ખેતી નિયામક(વિ.) મોરબી, એસ.એ.સીણોજીયા ની યાદી જણાવે છે. બિયારણ વિતરણ સમયે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, સેનીટાઈઝર વિગેરેનો ઉપયોગ ફરજિયાતપણે થાય અને સોશીયલ ડીસ્ટન્સ જળવાય તેમજ COVID-19 બાબતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વખતોવખતની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.