પીજીવીસીએલના સ્ટાફે લોકોને અંધારામાં રાખી સર્વેના નામે સ્માર્ટ મીટરના ફોર્મ ભરાવ્યા : સ્થાનિકોનો આક્ષેપમોરબી : મોરબીના પ્રભુ કૃપા ટાઉનશિપમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા સ્માર્ટ મીટરના સર્વેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સર્વે કરવા આવેલા લોકોએ સ્થાનિકોને સાચી માહિતી આપ્યા વિના, માત્ર મીટર ચેક કરવા કે સર્વિસ ચેન્જ કરવા આવ્યા હોવાનું કહીને સ્માર્ટ મીટરના ફોર્મ ભરાવી લીધા હોવાનો આક્ષેપ છે. જો કે આજે આ અંગે માલુમ પડતા જ હોબાળો મચી ગયો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાઉનશિપના આશરે 10 જેટલા ટાવરમાંથી 25 થી 30 ફોર્મ લોકોની જાણ બહાર ભરાવી લેવામાં આવ્યા હતા. આ બાબતે 2 થી 3 જાગૃત યુવાનોએ સર્વેની કામગીરી કરી રહેલા લોકોને પકડીને પૂછપરછ કરતા તેઓ સ્માર્ટ મીટરનો સર્વે કરતા હોવાનું સામે આવ્યું હતું. આ જાણ થતાં જ આશરે 100 જેટલા લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને કામગીરી અટકાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.રહીશોના ભારે વિરોધને પગલે પીજીવીસીએલના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ આક્ષેપ કર્યો હતો કે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ગુપચુપ રીતે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોએ ભરાયેલા તમામ ફોર્મ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. હાલમાં લેટરપેડ મંગાવીને તમામ પ્રક્રિયા કેન્સલ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #SmartMeter #PrabhuKrupaTownship #Morbi #GEB #Protest