મોરબી : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તથા હિન્દુ યુવા વાહિની સંસ્થાપક યોગી આદિત્યનાથ મહારાજનો આજે જન્મદિવસ છે. તે નિમિત્તે સંસ્થીએ સેવાકાર્ય કરી જન્મદિવસ ઉજવ્યો હતો. જેમાં હિન્દુ યુવા વાહિની-ગુજરાત દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. મોરબી જીલ્લા હિન્દુ યુવા વાહિની અધ્યક્ષ કૌશિક ઠાકર, પાર્થ ભટ્ટ, હર્ષ ભટ્ટ અને કાર્યકર્તાઓ દ્વારા આજ વહેલી સવારે ગૌમાતાને ઘાસચારાનું વિતરણ કરી યોગી આદિત્યનાથ મહારાજના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.