મોરબી: મોરબીની શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી.ના નવા લોગો (Logo)નું અનાવરણ દશેરાના શુભ અવસરે કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તાર અને વાડી વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો માટે કાર્યરત આ મંડળી 'વિના સહકાર નહીં ઉધ્ધાર' ના ધ્યેય સૂત્ર પર ચાલે છે. સહકારીતાના માધ્યમથી શિક્ષકો એકબીજાના વિકાસમાં પૂરક બની સુંદર વ્યવસ્થાપન કરી રહ્યા છે. મંડળીના નવા લોગોનું અનાવરણ પ્રમુખ સંદિપ આદ્રોજા, ઉપપ્રમુખ અરવિંદ કાવર, મંત્રી જયેશભાઈ બાવરવા તથા કારોબારી સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.