અગાઉ પણ આ વિસ્તારમાં ત્રણ વખત ચોરી થઈ હોવાનું જણાવી સ્થાનિકોએ પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી મોરબી : મોરબીના રાજપર રોડ પરની સોસાયટીમા ઘરફોડ ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના બહાર આવી છે. જ્યારે અગાઉ પણ આ વિસ્તારમાં ત્રણ વખત ચોરી થઈ હોવાનું જણાવી સ્થાનિકોએ પોલીસ પેટ્રોલીંગ વધારવાની માંગ કરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા હકાભાઈ રબારીના મકાનને ગતરાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને આ મકાનના તાળા તોડી ચોરીનો.પ્રયાસ કર્યો હતો. પણ સદનસીબે તસ્કરોએ આ મકાનમાંથી કોઈ રોકડ કે દલ્લો હાથ લાગ્યો ન હતો. આ બનાવ બહાર આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ વિસ્તારમાં ત્રણેક વખત ચોરીની ઘટના બહાર આવી હતી. ત્યારે ફરી ઘરફોડ ચોરીનો પ્રયાસ થતા આ વિસ્તારમાં તસ્કરો સક્રિય બન્યાના એંધાણ મળ્યા છે. આથી, પોલીસ આ ચોરીના બનાવો અટકાવવા આ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..