ખોખરા હનુમાન મંદિરે સર્વ જ્ઞાતિની 21 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશેમોરબી : અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા આગામી તારીખ 20 જાન્યુઆરી ને સોમવારના રોજ મોરબીના ખોખરા હનુમાન મંદિરે તૃતિય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 21 દીકરીઓ પ્રભુતામા પગલાં પાડશે.ખોખરા હનુમાન મંદિરે 20 જાન્યુઆરીએ યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં બપોરે 3 કલાકે જાન આગમન થશે. સાંજે 6 કલાકે હસ્ત મેળાપ તશે અને સાંજે 7 કલાકે ભોજન સમારોહનું આયોજન કરાયું છે. આ સમૂહ લગ્નોત્સવમાં ખોખરા હરીહરધામના મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી, નકલંકધામ બગથળાના દામજી ભગત, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રભુચરણદાસજી મહારાજ અને રામઘન આશ્રમના ભાવેશ્વરી માતાજી આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અનેક સામાજિક-રાજકીય મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સંસ્કાર બ્લડ બેંક મોરબીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે. સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને દાતાઓના સહયોગથી જીવન જરૂરી વસ્તુઓ કરિયાવર પેટે ભેટ આપવામાં આવશે. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા અનસ્ટોપેબલ વોરિયર્સ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હેતલબેન પટેલ અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.