મોરબી: ફાગણ મહિનાની પૂનમના રોજ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનો અનેરો મહિમા છે. આ દરમ્યાન દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભક્તો પગપાળા જતા હોય છે. ત્યારે આ પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વાહન સેવા કેમ્પ યોજ્યો હતો.જેમાં હાલ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ચાલીને જતાં પદયાત્રીઓને ફ્રુટ, પાણી અને ઠંડાપીણાનું વિતરણ કર્યું હતું. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના 10થી વધુ સભ્યોએ બે વાહનો સાથે મોરબીથી જામ ખંભાળીયા સુધી પદયાત્રીઓને રસ્તામાં ઠંડા-પીણા, ફ્રુટ સહિતનું વિતરણ કરીને માનવસેવા પુરી પાડવામાં આવી હતી. મહત્વનું છે કે, મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.