ટંકારા : સૌરાષ્ટ્ર- કચ્છના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે ટંકારા પંથકમાં પણ સાંજે વાતાવરણમાં ઓચિંતો પલટો આવી કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ટંકારા, સાવડી, સરાયા, કલ્યાણપર, જબલપુર, બંગાવડી, નેસડા સુરજી અને દેવળીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.