વીજળીના ચમકારા વચ્ચે અમુક વિસ્તારોમાં લાઈટ ગુલ મોરબી : મોરબીમાં અત્યારે રાત્રીના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. આ સાથે વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે. બીજી તરફ હાલ અમુક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગયાનું પણ જાણવા મળી રહ્યું છે. અત્યારે રવાપર રોડ, મહેન્દ્રનગર ચોકડી, સામાકાંઠે ભડિયાદ રોડ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.