જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતવરણમાં આવ્યો પલટો મોરબી : મોરબી અને ટંકારા પંથકમાં ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. આજે 10 મેના રોજ બપોર બાદ મોરબી અને ટંકારા પંથકમાં વરસાદનું આગમન થયું છે. અમુક ગામોમાં રીતસર ચોમાસા માફક રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા છે.આ ઉપરાંત ટંકારા તાલુકાના સાવડી અને જબલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. બીજી તરફ વાંકાનેર અને માળિયા મિયાણામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી.