મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે : રાત્રીના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે મોરબી: ભારત સરકાર દ્વારા આજે 1લી જુલાઈથી અનલોક-2 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વધુ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની અનલોક-2 ની માર્ગદર્શિકા પ્રમાણે મોરબી જિલ્લા કલેકટર દ્વારા અનલોક-2 ને લઈને નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે અને રાત્રીના 10 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે તેવું જાહેર કરાયું છે. જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાં મુજબ મોરબી જિલ્લામાં હવેથી મોરબી જિલ્લામાં આવેલ દુકાનો ,સંસ્થાઓ અને ઔદ્યોગિક પ્રવૃતિઓ સવારના 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. જે ઔદ્યોગિક એકમો લોકઇન સુવિધાઓ ઉપલબ્ધ છે તેવા એકમો તથા જે ઔદ્યોગિક એકમો સતત પ્રક્રિયા વાળા હોય તેવા ઔદ્યોગિક એકમોને સતત ચાલુ રાખી શકાશે. પરંતુ રાત્રીના 10 થી સવારના 5 સુધી કામદારોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જ્યારે હોટલ રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેમજ અને રાત્રીના 10 થી વહેલી સવારના 5 વાગ્યા સુધી આવશ્યક સેવા સિવાય સંપૂર્ણપણે કરફ્યૂ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા સુનિશ્ચિત થયેલા ફેરિયાઓ નક્કી થયેલી જગ્યાઓ ઉપર વેપાર કરી શકશે. મોરબીની તમામ એસટી અને સીટી બસ સેવાઓને પુનઃ ધમધમતી કરવામાં આવી છે. જ્યારે હોટલ ,આતિથ્ય સેવાઓ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ચાલુ રાખી શકશે અને તેના માટેના જુના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. તમાંમ શૈક્ષણિક પ્રવૃતિઓ,જીમ, સિનેમા સહિતના પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. કોરોના મહામારીને અટકાવવા માટે અનલોક 2 ( 1 જુલાઈથી 31 જુલાઈના) મોરબી કલેક્ટરના નવા જાહેરનામાની હાઈલાઈટ - કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલ વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે. તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહી. - કામદારો, કર્મચારીઓ, દુકાનના માલિકો જેમના ઘર/મકાનો કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવે છે તેમને કન્ટેઇનમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર જવા ઉપર પ્રતિબંધ રહેશે. - પ્રતિબંધિત પ્રવૃતિ સિવાય તમામ આર્થિક પ્રવૃતિઓ સવારે ૮ થી સાંજના ૮ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આવશ્યક સેવા સિવાયના અન્ય તમામ વ્યક્તિઓએ રાત્રે ૧૦ થી સવારના ૫ સુધી જાહેરમાં બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. - નાટયગૃહ, બાગ-બગીચા, સાંસ્કૃતિક થીયેટર કાર્યક્રમો, જીમ, સ્વિમિંગ પુલ, ડાન્સ કલાસ, ગેમ ઝોન, વોટર પાર્ક, કલબ હાઉસ, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વીય સ્થળો, પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હય તે તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. - તમામ ધાર્મિક સ્થળો લોકો માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ચાલુ રહેશે. પરંતુ તમામ ધાર્મિક સ્થળો ખાતે ધાર્મિક મેળાવડાઓ/ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે પ્રતિબંધ રહેશે. - હોટલ, કલબો, રેસ્ટોરન્ટ, ભોજનાલયો, મોલ અને મોલમાં આવતી તમામ દુકાનો સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ચાલુ થઇ શકશે. તમામ પ્રકારની શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે.(વહીવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે.) તમામ લાઇબ્રેરીઓ ૬૦ ટકા કેપેસિટીથી ચાલુ રાખી શકાશે. - દફનવિધિ કે અંતિમ સંસ્કારમાં સામાજિક અંતર જાળવવાનું રહેશે અને આવા પ્રસંગે ૨૦થી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. - લગ્નના કિસ્સામાં વર-કન્યા પક્ષના વ્યક્તિઓ તથા વિધિ કરનાર સહિત વધુમાં વધુ પચાસ વ્યક્તિઓની મર્યાદામાં સોશ્યલ ડિસ્ટન્સીગ સહિતની શરતોના પાલન સાથે આયોજન કરી શકાશે.( આ માટે કોઈ મંજૂરી લેવાની જરૂર નથી.) - તમામ પ્રકારની બેંકો તથા સરકારી કચેરીઓ ચાલુ રહેશે. પ્રાઇવેટ ઓફિસો સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે ખુલ્લી રાખી શકશે પરંતુ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવાનું રહેશે. - જી.એસ.આર.ટી.સી.ની બસ સેવાઓ ચાલુ રહેશે. ઓટો રિક્ષા, કેબ્સ, ટેકસી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કાર ડ્રાઇવર તથા બે મુસાફરો સાથે પરિવહન કરી શકશે અને કેબ્સ, ટેકસી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કારમાં છ કે તેનાથી વધારે કેપીસીટી હોય તો કારમાં એક ડ્રાઇવર તથા ત્રણ મુસાફરો તેમજ ટુ-વ્હીલરમાં બે વ્યક્તિ પરિવહન કરી શકશે. તેમજ ઓટો રિક્ષામાં એક ડ્રાઇવર બે મુસાફરો પરિવહન કરી શકશે. - સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કોઇ પણ કાર્યક્રમો, સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી/ અર્ધ સરકારી એજન્સીઓ જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમને, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમો/દુકાનોને આ હુકમો લાગુ પડશે નહીં.આ હુકમોમાં ભવિષ્યમાં કોઇ પ્રકારનો સુધારો કરવામાં આવશે તો તેમાં જણાવાયેલા અપવાદોને તે લાગુ પડશે નહીં. - આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ જી.પી.એકટ કલમ ૧૩૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.. અનલોક 2નું નવું જાહેરનામું ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. http://morbiupdate.com/wp-content/uploads/2020/07/CamScanner-07-01-2020-12.13.36.pdf