પુસ્તકમાં લખેલી નાડીચક્રોની ચકાસણી માટે પોસ્ટમોર્ટમ, માં નર્મદાનુ ઉદ્ગમસ્થાનની યાત્રા,જંગલમાં હિંસક રીંછનો સામનો,કબિલાનો મેળાપ આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા કે કઈ રીતના સ્વામી પોતાના જાણવાની જિજ્ઞાસાને લઈ અનેક કષ્ટો સહન કરી પ્રવાસો ખેડ્યા પરંતુ હવે વાત છે એ જાણકારીને પરખવાની.એક દિવસ બને છે એવું કે ગંગાતટ પર વિચરણ કરતા હતા ત્યારે ગંગા નદીના પ્રવાહમાં એક શવ વહેતો જોયો અને પરીક્ષા કરવાનો વિચાર આવ્યો એનુ કારણ એવુ હતુ કે અનેક પુસ્તકોના સંદર્ભમાં સ્વામીને શંકાઓ હતી.શિવ સંધ્યા, હઠયોગ, કેશારાણી સંગીત સહિતના અનેક પુસ્તકો સ્વામી સાથે રાખતા અને ચોપડી ના પન્ના ખોલી ઓલા મુર્ત શરીરને તટપર લાવી તીક્ષ્ણ હથિયાર વડે સાવધાનીપૂર્વક યથાયોગ્ય રીતે બોડીને ચિરી હ્રદય બહાર કાઢી તેનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યુ. થોડીવાર પછી મસ્તિષ્ક બહાર કાઢી તેનુ નિરીક્ષણ કર્યું,ગ્રીવા નાડીચક્રોની પણ પુસ્તકો સાથે તુલના કરી ચકાસણી કરી પણ બન્યું એવું કે જે પુસ્તકમાં વર્ણન હોય છે એવું લેશમાત્ર પણ દયાનંદે કરેલા પોસ્ટમોર્ટમ મા પરસ્પર મેળ ખાતા નથી અને પુસ્તકોના વર્ણન માત્ર કાલ્પનિક હોવાનું સામે આવી જાય એટલે સ્વામીએ નિર્ણય કર્યો કે મારી પાસે રહેલા પુસ્તકો છે એના ટુકડા ટુકડા કરી મરદા સાથે નદીમાં ફેંકી દીધા અને ધીમે ધીમે આગળ ચાલતા વિચાર કરતા કરતા એ પરિણામ સુધી આવ્યા કે વેદો ઉપનિષદો પાતંજલયોગ અને સાંખ્ય શાસ્ત્ર સિવાયના જે પુસ્તકો વિજ્ઞાન અને યોગ પર લખાયેલા છે તે બધા મિથ્યા અને અશુદ્ધ છે.જેમ શિવ ઉપર ઉદરોના આટાફેરાથી શંકા પડી હતી એવી રીતે પુસ્તકના વિવરણ જાણવા જુગુપ્સા પ્રેરક શબચ્છેદ સત્યની શોધખોજ માટે કર્યુ હતું અહિથી ચરિત્ર નાયક વિભિન્ન સ્થાને વિચરણ કરે છે અને પહેલી વાર કાશી નગરી ખાતે દસ્તક દે છે ત્યાથી ચુનાર અને પછી નર્મદ મૈયાના સ્ત્રોત જોવાની ઇચ્છા જાગે છે એટલે નિકળી પડેલા છે રેવાના તટવર્તી વિસ્તારમાં. ત્યા શુ નઝારા જોવા મળે અડાબીડ જંગલ વિશાળકાય વુર્ક્ષો, ભયભીત કરે એવા કંટકાકીણ કેડીઓ, પણ રોમાંચક રહેણાંક ના નેહડા નિહાળ્યા ઝુપડા બાંધી વસવાટ કરતા લોકો પાસે પણ સ્વામી રોકાઈ છે.દુધ ગ્રહણ કરી આગળ વધે છે પણ આગળ જતાં જંગલી રીછનો સામનો થઈ જાય છે હિંસક પશુ તીવ્ર વેગ સાથે મોટી ગર્જના કરી આગળ ના બે પગ ઉચા કરી મહર્ષિને મોઢાનો કોળીયો બનાવવા આગળ વધે છે પણ ઋષિ સ્તબ્ધ થઈ થંભી જાય છે.એવામાં રીંછ નજીક આવતા દયાનંદ પાસે રહેલ સોટો ઉગામી દહાડ નાખતા જનાવર ઉભા પગે પાછુ હટી જાય છે. ત્યાથી યોગીવર આગળનો રસ્તો કાપવા નિકળી પડે છે અને આદીવાસી કબિલા નો ભેટો થાય છે અજાણ્યા માણસને જોઈ કબિલાનો વ્યક્તિ અહિ આવવાનો હેતુ દયાનંદને પુછે છે ત્યારે નર્મદા નદીનો સ્ત્રોત જાણવાની વાત કરે છે માટે કબિલાના મુખયા સ્વામી માટે જમવા અને પહેરેદારની વ્યવસ્થા કરી આપે છે પણ ઋષિ તો માત્ર દુધ ગ્રહણ કરવાનુ હોવાથી એક આખુ કમંડલ દુધનુ ભરી આપે છે જ્યાંથીમાં નર્મદાનુ ઉદ્ગમસ્થાન અમરકંટકના પહાડોમાં પહોચી ઝરણા નિહાળવાનો સંકલ્પ પુર્ણ કરે છે. પણ જિજ્ઞાસુ દયાનંદ સરસ્વતીની જ્ઞાનપિપાસા ગંગાતટ કે નર્મદા મૈયાના ઉદ્ગમ સ્થાન છિપાવી શક્યા નહી એટલે મથુરામાં કોઈ પ્રજ્ઞાચક્ષુ વિરજાનંદ રહે છે એવુ જાણવામાં આવતા નિકળ્યા કૃષ્ણની નગરી મથુરા જવા.અહીં બાલ્ય અવસ્થામાં શીતળા રોગને કારણે આંખની રોશની ગુમાવી દેનાર પણ અંતરના ચક્ષુથી પ્રાસ્ય વ્યાકરણ અષ્ટાધ્યાયી અને મહાભાસ્યમાં સૂર્ય સમાન દેદીપ્યમાન હતા.વયોવૃદ્ધ જર્જર દેહ ધરાવતા પેટમાં શૂલ-ઉદરશૂલના રોગથી પીડાતા ૮૧ વર્ષિય દંડી સ્વામી વિરજાનંદ પાસે ૩૬ વર્ષના પ્રોઢ બ્રહ્મચારી સંન્યાસી દયાનંદ પાઠશાળાના દ્વારે આવી ઉભા રહે છે. અને પઠન માટે વિનંતી કરી પણ જબરી કસોટી થાય છે પોતે સન્યાસી હતા એટલે કોઈ નિવાસ સ્થાન હતુ નહી તો વિરજાનંદે કહુ પહેલા આની વ્યવસ્થા કરો પછી અધયન ચાલુ કરી જે વખતે અનેક લોકો વિર્ધા ધ્યાનમાં સહાયક થાય છે અને જોગાનુ જોગ એક વાત તમને કહિ દવ કે ટંકારા જે દયાનંદ સરસ્વતી નુ જન્મ સ્થળ છે એનાથી વિશ્વ વિખ્યાત છે એવી રીતે ટંકારા ગામ મધ્યે બિરાજમાન ગામધણી લક્ષ્મીનારાયણ મંદિર થી પણ પ્રચલિત છે અને યોગાનુ યોગ મથુરામાં અધ્યયન માટે કષ્ટદાયક ક્ષણ વેળાએ લક્ષ્મીનારાયણ મંદિર મદદરૂપ થાય છે. અહી એક નાનકડી ઓરડી નિવાસ માટે મળે છે. અને શરૂ કરે છે જમકર અભ્યાસ અને પછી તો શુ દંડી જોડે દયાનંદ આર્ષ અનાર્ષ ગ્રંથ વિવેકની વિશેષ દષ્ટિ પ્રજ્ઞા ચક્ષુ વિરજાનંદ પાસેથી પ્રાપ્ત કરે છે અને સન્યાસીના હ્રદયમાં વિચારોની ચિંગારી પેટાવી દેશમાં ફેલાયેલા અનેક સંપ્રદાયના આડંબરો, મિથ્યા વિશ્વાસો,ભ્રાંતિનો નાસ કરી પ્રચંડ જ્વાળામુખી બનીને અજ્ઞાન,અવિર્ધા અંધવિશ્વાસને બાળીને રાખ કરી નાખે છે અને આપણાં જ્ઞાનીને મળે છે.ગુરૂ જે આદી અનાદી કાળ સુધી સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરૂ હોવાનો ગૌરવ પ્રાપ્ત કરશે.એવા પ્રજ્ઞાચક્ષુ વિરજાનંદ પાસે દયાનંદને ગિરિ તળેટી,કંદરાઓ, ગુફાઓમાં,સરિતાના ઉછળતા પ્રવાહમાં,મહંતોના મઠમાં,ગંગા અને નર્મદાના તટપર ધનધોર જંગલમા હિમાલયની ભુલભુલામણીમાં હરદ્વારના મેળામાં જે જ્ઞાન પ્રાપ્ત ન થયુ એ મથુરામાં મુત્યુ સમિપ પહોચી ગયેલા યોગીવર દંડી સ્વામી વિરજાનંદ પાસે મળ્યુ હતું. હવે આવે છે જ્ઞાનીની મહર્ષિ બનવા તરફની ધટનાઓ વિર્ધા અભ્યાસ પુર્ણ કરી ઋષિ અંધ ગુરૂ આગળ ગુરૂ દક્ષિણા રૂપે ગુરૂને પ્રિય લવિંગ લઈ ચરણોમાં અર્પણ કરે છે અને પ્રણામ કરી દેશાટનની આજ્ઞા આપવા વિનંતી કરે છે. ત્યારે ગુરૂ કહે છે કે આ લવિંગથી ગુરૂ દક્ષિણા આવી જશે? મેં તો તારી પાસે ખુબ મોટી અપેક્ષા રાખી છે જે આપવા તુ સક્ષમ પણ છે. એટલે દયાનંદ ગુરૂના ચરણો પકડી આજ્ઞા કરો મારૂ તન મન આપને સમર્પિત કરુ છું નુ વચન આપે છે. વિરજાનંદ શિષ્ય સ્નેહનો સ્ત્રોત પ્રવાહિત થાય છે અને ગદ્ગદિત સ્વરે કહ્યું કે દયાનંદ મને તમારી પાસેથી એજ અપેક્ષા હતી જાવો દીન હીન બનેલા દેશનો ઉદ્ધાર કરો આર્ષ ગ્રંથોનો પુનઃ પ્રચાર કરી લોકકલ્યાણ માટે સમર્પિત બની વૈદિક ધર્મને પ્રચલિત કરો આટલુ કહી ગુરૂ દયાનંદને આશિર્વાદ આપે છે કે' ઈશ્વર તમને સુખ અને સફળતા પ્રદાન કરે '. અંતમાં સ્વામી ગુરૂચરણમા શિશ રાખીને કહે છે કે 'આપની આજ્ઞા શિરોધાર્ય છે અને...