ટંકારા : ટંકારા જબલપુર પાસે સરકારી ખરાબામાં વેસ્ટ કચરાના પહાડો કરી અજાણ્યા લોકો આગ લગાડી જતા રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્થાનિકો ધુમાડાના ગોટેગોટા અને દુર્ગંધથી પરેશાન થઈ રહ્યા છે. અહીં બાજુમાં જ જબલપુર પ્રાથમિક શાળા આવેલી છે. છેલ્લા 5 દિવસથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો હેરાન થઈ રહ્યા છે. સરકારી તંત્રનું અસ્તિત્વ ન હોય એમ એક પણ વિભાગ કઈ નહિ કરી લ્યે તેવા વિશ્વાસ સાથે પર્યાવરણ અને સમાજને નુકસાન કરનારા તત્વોએ ખુલ્લેઆમ નિયમો ભંગ કર્યો છે. આ બાબતે તાત્કાલિક પ્રદુષણ બોર્ડ, ટંકારા મહેસુલ વિભાગ અને પોલીસ તંત્ર સુઓમોટો લઈ જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.