મોરબી : મોરબીમાં રફાળેશ્વર નજીક ભડિયાદ રોડ ઉપર જીઓ ટેક કારખાના પાસે તળાવમાં એક અજાણ્યો વ્યક્તિ રાત્રે ડૂબ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફાયરની ટીમને જાણ થતાં ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અહીં ફાયરની ટીમે બોટ વડે વ્યક્તિની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.