વાંકાનેર : રાજકોટ - અમદાવાદ હાઇવે પર વાંકાનેર તાલુકા પોલીસ મથક હેઠળ આવતા વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે પોલીસે ચોકી પાસે અંદાજે 40થી 50 વર્ષના ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મૃતદેહને પીએમ માટે ચોટીલા સરકારી દવાખાને ખસેડતા હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.