બુલડેક્સ ફ્યુચર્સમાં 43 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 171 પોઈન્ટની મૂવમેન્ટઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યા મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,09,753 સોદાઓમાં કુલ રૂ.9,811.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 43 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 171 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 52,848 સોદાઓમાં કુલ રૂ.3,565.08 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,199ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,247 અને નીચામાં રૂ.49,060 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.134 ઘટી રૂ.49,158ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.82 ઘટી રૂ.39,483 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.4,942ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,401 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,568 અને નીચામાં રૂ.66,162 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.240 ઘટી રૂ.66,385 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.243 ઘટી રૂ.66,526 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.236 ઘટી રૂ.66,531 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 12,374 સોદાઓમાં રૂ.2,183.82 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.205.85 અને જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.30 ઘટી રૂ.262ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.10 ઘટી રૂ.713.55 અને નિકલ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.4 ઘટી રૂ.1,488.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 20,568 સોદાઓમાં કુલ રૂ.1,486.54 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,749ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,798 અને નીચામાં રૂ.5,707 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.53 ઘટી રૂ.5,774 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.00 વધી રૂ.365.70 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 3,527 સોદાઓમાં રૂ.413.73 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,740.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1740.50 અને નીચામાં રૂ.1740.00 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.23.50 વધી રૂ.1,740.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,161ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,345 અને નીચામાં રૂ.18,100 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 ઘટી રૂ.18,305ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,132.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1143.70 અને નીચામાં રૂ.1129.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.00 વધી રૂ.1142.50 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 વધી રૂ.935.90 અને કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.680 વધી રૂ.31,790 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,366 સોદાઓમાં રૂ.1,750.86 કરોડનાં 3,559.942 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,482 સોદાઓમાં કુલ રૂ.1,814.22 કરોડનાં 272.615 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.184.31 કરોડનાં 8,960 ટન, જસતના વાયદાઓમાં રૂ.251.60 કરોડનાં 9,615 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,072.58 કરોડનાં 15,047.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.561.16 કરોડનાં 3,765.000 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.114.17 કરોડનાં 6,150 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,856 સોદાઓમાં રૂ.797.85 કરોડનાં 13,91,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 10,712 સોદાઓમાં રૂ.688.69 કરોડનાં 1,87,51,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.07 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 2,311 સોદાઓમાં રૂ.230.03 કરોડનાં 72675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 147 સોદાઓમાં રૂ.5.94 કરોડનાં 63 ટન, રબરના વાયદાઓમાં 25 સોદાઓમાં રૂ.0.49 કરોડનાં 27 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,042 સોદાઓમાં રૂ.177.20 કરોડનાં 15,660 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,648.334 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 504.553 ટન, એલ્યુમિનિયમમાં 19,350 ટન, જસત વાયદામાં 9,390 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 20,862.500 ટન, નિકલ વાયદામાં 2,863.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,595 ટન, ક્રૂડ તેલમાં 6,38,800 બેરલ અને નેચરલ ગેસમાં 84,10,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 96 ટન, કોટનમાં 121175 ગાંસડી, મેન્થા તેલમાં 382.68 ટન, રબરમાં 56 ટન, સીપીઓમાં 89,760 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,648 સોદાઓમાં રૂ.271.00 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 567 સોદાઓમાં રૂ.44.12 કરોડનાં 598 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,889 સોદાઓમાં રૂ.212.44 કરોડનાં 2,612 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,283 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,539 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,757ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,773 અને નીચામાં 14,730ના સ્તરને સ્પર્શી, 43 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 33 પોઈન્ટ ઘટી 14,752ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,250ના સ્તરે ખૂલી, 171 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 140 પોઈન્ટ ઘટી 16,235ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 17,788 સોદાઓમાં રૂ.1,891.08 કરોડનું...