ઉમા ટાઉનશીપ છ ફ્લેટમાં ચપલ ચોરે બ્રાન્ડેડ પગરખાં જ ચોર્યા, ચાર તસ્કર સીસીટીવીમાં કેદમોરબી : મોરબી શહેરમાં છાસવારે વાહન ચોરી અને ઘરફોડીના બનાવ બનતા રહે છે ત્યારે ગઈકાલે ઉમા ટાઉનશીપમા ત્રાટકેલા ચાર તસ્કરોએ છ ફ્લેટનાએ રહેવાસીઓના કિંમતી બ્રાન્ડેડ પગરખાં ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ વિચિત્ર ચોરીના બનાવમાં ચાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ વિસ્તારમાં આવેલ કાંતિજ્યોત એપાર્ટમેન્ટમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ એપાર્ટમેન્ટના છ ફ્લેટને નિશાન બનાવી અંદાજે પાંચથી છ હજારની કિંમતના બ્રાન્ડેડ પગરખાઓની ચોરી કરી નાસી ગયા હતા. આ ચોરીના બનાવમાં બે તસ્કરો નીચે વોચમાં રહ્યા હતા અને બે તસ્કરો ફ્લેટમાં આંટાફેરા કરી ચોરીને અંજામ આપ્યો હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું. પગરખાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.