પક્ષીઓ માટે 500 પાણીના કુંડા, 250 ચકલીના માળા, બાળકોને 200 ટોપી અને રાહદારીઓને 2000 ગ્લાસ ઠંડી મસાલા છાસનું વિતરણ કરાયુંમોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પંપની પાસે પાર્શ્વ જીવદયા ગ્રુપ દ્વારા રવિવાર તા. 17-5-26 ના રોજ સવારે 9:30 વાગ્યે એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને રાહદારીઓ, અબોલ પક્ષીઓ અને બાળકો માટે વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો હતો.આજરોજ આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત અબોલ પક્ષીઓ માટે 500 પાણીના કુંડા અને 250 ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરમીથી બચવા માટે બાળકોને 200 ટોપી અને રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે માટે 2000 ગ્લાસ ઠંડી મસાલા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રુપના સભ્યો સમયસર હાજર રહીને આ સેવામાં સહભાગી બન્યા હતા.2020 થી ચાલે છે અવિરત જીવદયા સેવા યજ્ઞપાર્શ્વ જીવદયા ગ્રુપ - મોરબી દ્વારા 1-3-2020 થી વિવિધ જીવદયા અને માનવ સેવાના કાર્યો અવિરતપણે ચલાવવામાં આવી રહ્યા છે. આ ગ્રુપનું સંચાલન દીપકભાઈ મહેતા (8866028360), રમેશભાઈ શેઠ (9825662435), હર્ષદભાઈ ભાવસાર (9377030350) અને મુકેશભાઈ ગાંધી (9428267056) જેવા સક્રિય સભ્યો દ્વારા તન, મન અને ધનથી સમર્પિત બનીને કરવામાં આવે છે.ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન થતી મુખ્ય સેવા પ્રવૃત્તિઓ:• મકરસંક્રાંતિ ફાળો: દર વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પર મોરબી પાંજરાપોળ માટે આશરે 7 થી 8 લાખ રૂપિયાનો ફાળો એકત્ર કરી અર્પણ કરવામાં આવે છે.• પક્ષીઓ માટે ચણ: દરરોજ સવારે નિયત કરાયેલા 8 થી 10 સ્થળો પર પક્ષીઓને ચણ નાખવામાં આવે છે.• શ્વાનો અને અબોલ જીવોની સંભાળ: હાઉસિંગ બોર્ડ વિસ્તારના શ્વાનોને રોજ દૂધ અને બિસ્કીટ આપવામાં આવે છે. દર રવિવારે માછલીઓ તેમજ ખિસકોલીઓને ખોરાક પૂરો પાડવામાં આવે છે. • શ્રમજીવીઓ અને બાળકોની સેવા: જુદી જુદી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા શ્રમજીવીઓને ખીચડી અને સેવ-ટામેટાનું શાક તેમજ બાળકોને ખાવા માટે લાઈવ ભાગ આપવામાં આવે છે. • પાંજરાપોળને સહાય: દર મહિને પાંજરાપોળમાં ઘાસચારા માટે નિયમિત રકમ ફાળવવામાં આવે છે. • અન્ય સામાજિક કાર્યો: દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં અને વૃદ્ધાશ્રમના વડીલોને નાસ્તો આપવામાં આવે છે. આ ઉપરાંત, જૂના કપડાં એકઠા કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ગ્રુપ દ્વારા સુચારૂ રૂપે કરવામાં આવે છે. #Morbi #MorbiNews #Jivdaya #SocialService #MorbiUpdates