મોટી સંખ્યામાં સ્થાનિકો રેલી સ્વરૂપે મહાપાલિકા કચેરીએ પહોંચી આવેદન પાઠવશેમોરબી : મોરબીના ઋષભ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હોય આ મામલે રહીશો દ્વારા આજે ઋષભ પાર્ક સોસાયટીથી રેલી શરૂ કરવામાં આવી છે. જે રેલી મહાપાલિકા સુધી પહોંચશે અને ત્યાં અધિકારીઓને આવેદન આપવામાં આવશે.છેલ્લા ઘણા સમયથી અહીં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેને પગલે સ્થાનિકોને આ રીતે અનોખો વિરોધ કરવાની ફરજ પડી છે. આ રેલી ઋષભ પાર્ક સોસાયટીથી શરૂ થઈ છે. જે યદુનંદન સોસાયટી, નવયુગ વિદ્યાલય, શનાળા જીઆઇડીસી, નવા બસ સ્ટેન્ડ, સરદારબાગ, જયદીપ ચોક, રામચોક થઈ મહાનગરપાલિકા કચેરી સુધી યોજાશે. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા છે. રેલી ઢોલ, ત્રાસાના તાલે આગળ વધી રહી છે. આ રેલી મહાપાલિકાએ પહોંચી ત્યાં આવેદન આપવામાં આવશે.