વાંકાનેર : વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા અનોખી સેવા કરવામાં આવી છે. જેમાં મકરસંક્રાંતિથી અત્યાર સુધીમાં ૨૮ કિલોથી વધુ દોરાની ગૂંચ ભેગી કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સેવા ગ્રુપ-વાંકાનેર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ દોરાની ગૂંચો જ્યાં ત્યાં ફેંકી હોય અથવા રસ્તામાં દોરા પડ્યા હોય, આવી ગૂંચમાં પક્ષીના પગ, પાંખ ફસાઈ જવાથી નિર્દોષ અબોલ પક્ષીઓ ઇજાગ્રસ્ત કે મૃત્યુ થતાં હોય છે. તેથી, તેને બચાવવા માટે શહેરના વિવિધ જાહેર સ્થળો એ ૨૮ કિલોગ્રામથી વધુ દોરી એક્ઠી કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાંકાનેરના સેવા ગ્રુપ દ્વારા અબોલ પશુ, પક્ષી તેમજ જરૂરિયાતમંદ વર્ગ માટે ઘણા વર્ષોથી નિ:સ્વાર્થ સેવાકાર્ય કરવામાં આવે છે. આ સેવા કાર્ય માટે સમીરભાઈ સંઘવી, રાહુલ જોબનપુત્રા, અલ્પેશ પટેલ, ચિરાગ ઉપાધ્યાય વિમલભાઈ, નવદીપભાઈ, કિંજલબેન જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..