આજે જ રામ-સીતાના પહેરવેશમાં લગ્નગ્રંથિથી જોડાશે અને લગ્ન બાદ રાવણ દહન કરશેમોરબી : મોરબી શહેરમાં આજે અવની ચોકડી પાસે રાવણ દહનનો કાર્યક્રમ સાંજે યોજાનાર છે. જેમાં એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આજે જ લગ્નગ્રંથિથી જોડાઈ રહેલા દંપતી રામ અને સીતાના પહેરવશમાં સજ્જ થઈને રાવણ દહન કરશે. આ યુગલ લગ્ન પણ રામ અને સીતાના પહેરવેશમાં જ સજ્જ થઈન કરવાના છે અને લગ્ન બાદ તેઓ અવની ચોકડી ખાત રાવણ દહન કરશે.સમાજને નવી પ્રેરણા મળે તે માટે આજે અવની ચોકડી ખાતે અનોખી રીતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આયોજકના જણાવ્યા પ્રમાણે મોરબીના અવની ચોકડીએ જય અંબે સોસાયટીમાં રહતા શ્યામ કાનજીભાઈ અંબાણી અન મૂળ બગથળા અને હાલ મોરબી રહેતા હિરલ વસંતભાઈ સરડવા આજે રામ અને સીતાની વેશભૂષામાં સજ્જ થઈને રાવણ દહન કરશે. શ્યામ અને વિરલ બન્ને સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. તેઓની સગાઈ થોડા દિવસ પહેલા જ થઈ હતી. તેઓએ લગ્ન માટે અન્ય જગ્યાએ બુકિંગ પણ કરાવી લીધું હતું પરંતુ સમાજને એક નવો સંદેશો મળ તે માટે આ બન્નેના આજે ઉમા આદર્શ લગ્ન હેઠળ ઘડીયા લગ્ન યોજાશે. આ નવયુગલ લગ્નવિધિમાં પણ રામ અને સીતાના પહેરવેશમાં સજ્જ હશે અને લગ્ન બાદ અવની ચોકડી ખાતે તેઓના હસ્તે જ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે.