શિક્ષિકા ગીતાબેન સાંચલા અને વિદ્યાર્થીઓની ટીમે સંગીતના માધ્યમથી લોકોને 100 ટકા મતદાન કરવા અપીલ કરીમોરબી : લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે વિવિધ સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવતા હોય છે. ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલી હરબટીયાળી પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો અને પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા અને તેમના વિદ્યાર્થીઓની ટીમ દ્વારા મતદાન જાગૃતિ માટે એક સુંદર સ્વરચિત ગીત તૈયાર કરીને રજૂ કરવામાં આવ્યું છે. 'અમે મતદારો રે ભારત દેશના...' ના બોલ સાથે રજૂ કરાયેલા આ ગીતમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે મતદાન એ આપણું પવિત્ર દાન છે. લોકશાહીના સન્માન માટે ઘરના બધા કામ પડતા મૂકીને પણ અચૂક મતદાન કરવા જવું જોઈએ.આ ગીતમાં શિક્ષિકા ગીતાબેને પોતાનો સુરીલો અવાજ આપ્યો છે, જ્યારે એક વિદ્યાર્થી ખૂબ જ સુંદર રીતે તબલા વગાડીને સંગીત પીરસી રહ્યો છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ તેમની સાથે ગાઈ રહ્યા છે. સંગીતના માધ્યમથી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હરબટીયાળી પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગની ચોમેર ભારે પ્રશંસા થઈ રહી છે.#Morbi #Tankara #Harbatiyali #VoterAwareness #Election #Voting #Democracy #MorbiUpdate #GujaratElection