મોરબી : હજુ ગઇકાલે જ ગણેશ મહોત્સવ પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે મોરબીમાં મહિલાએ ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ માટીની પ્રતિમા બનાવી, મૂર્તિઓનું વિસર્જન કરવાને બદલે સ્નેહીઓને ભેટ આપી છે. ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ ચતુર્થીએ ગણેશની મૂર્તિનું સ્થાપન કરી, નિત્ય આરાધના કરી, અનંત ચૌદશના દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે. ત્યારે મોરબી શહેરમાં રવાપર રોડ પર આવેલ પટેલ સોસાયટીમાં રહેતા વિભાબહેન પટેલે ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ દુંદાળા દેવના વિવિધ સ્વરૂપોની નાની-મોટી કુલ 11 મૂર્તિઓ બનાવી હતી. તેમને પર્યાવરણ જતન હેતુ પી.ઓ.પી.ના બદલે માટીની મૂર્તિ બનાવવાનું ઉચિત માન્યું હતું. ત્યારબાદ વિભાબહેને મૂર્તિઓનું વિસર્જન કરવાના બદલે તેને સગા-સંબંધીઓ તથા મિત્રોને યાદગીરીરૂપે ભેટમાં આપી હતી. આમ, વિભાબહેને ગણપતિજી પ્રત્યે પોતાની અનોખી ભક્તિનો પરિચય આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..