શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીના પુત્ર કેયુર જોષીની નાની ઉંમરે અડગ શ્રદ્ધા અને ભક્તિભાવ જોઈ સૌ કોઈ પ્રભાવિતમોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે, ત્યારે મોરબી પંથકના બંધુનગર ગામમાં 10 વર્ષના એક બાળકની અનોખી શિવભક્તિ જોવા મળી છે. નાની ઉંમરે ધર્મ પ્રત્યેનો અનોખો લગાવ દર્શાવી આ બાળક સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરી શિવજીની વિધિવત પૂજા-અર્ચના કરી રહ્યો છે.બંધુનગર પ્રાથમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવતા અમૂલભાઈ જોષીના 10 વર્ષના પુત્ર કેયુર જોષી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખી રહ્યો છે. આ ઉપરાંત કેયુર દરરોજ પોતાના હાથે માટી તેમજ બરફનું શિવલિંગ બનાવી પૌરાણિક પરંપરા મુજબ રુદ્રાભિષેક કરી ભોળાનાથની આરાધના કરે છે.માત્ર 10 વર્ષની નાની વયે કેયુરના ધર્મ પ્રત્યેના લગાવ, ભક્તિભાવ અને સંસ્કારો જોઈ પરિવારજનો સહિત ગ્રામજનો પણ આશ્ચર્ય સાથે ધન્યતા અનુભવી રહ્યા છે. શ્રાવણ માસમાં બાળકની આવી અનોખી અને નિષ્ઠાવાન શિવભક્તિની સમગ્ર પંથકમાં ચોમેરથી ભારે પ્રશંસા થઈ રહી છે.#MorbiUpdate #Morbi #Bandhunagar #ShravanMaas #ShivBhakti #MorbiNews #Bhakti #LordShiva #NewsUpdate