બંધુનગરનું ઢોલ-ત્રાંસા મંડળ ગૌ-સેવામાં અગ્રેસર, આ મંડળના યુવાનો દ્વારા પશુ એમ્બ્યુલન્સ પણ કાર્યરતમોરબી : મકનસર પાંજરાપોળમાં 4500થી વધુ ગૌવંશનો નિભાવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા વધુ ઠંડી પડતા ગૌવંશ માટે વધુ ઘાસચારાની વધુ જરૂરિયાત ઊભી થઇ હતી. ત્યારે બંધુનગરના બજરંગ ત્રાસા મંડળના યુવાનો દ્વારા સતત 11 દિવસ સુધી એક -એક ટ્રેકટર ઘાસચારો પહોંચાડી જીવ દયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ યુવાનો દ્વારા લગ્ન પ્રસંગે ઢોલ ત્રાસા વગાડી અને જે પૈસા ભેગા થાય એ પૈસાની જરૂરિયાતના સમયે મકનસર પાંજરાપોળમાં નીરણ વ્યવસ્થા કરતા હોય છે. આ ઉપરાંત તેઓ વિવિધ જીવદયા સાથે સંકળાયેલી પ્રવૃત્તિમાં અગ્રેસર છે. ઉલ્લેખનીય છે કે બંધુનગર તથા મકનસરના યુવાનો દ્વારા એક પશુ એમ્બ્યુલન્સ પણ ચલાવવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ઘાયલ પશુને ગૌશાળા સુધી પહોંચાડે છે.