મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સાથર્ક વિદ્યામંદિર સ્કૂલ દ્વારા આજે વેલાન્ટાઇન ડે ની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતાપિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આજે 14 ફેબ્રુઆરીને માતા-પિતા પૂજન દિવસ તરીકે ઉજવણી કરવાની સાર્થક વિદ્યામંદિર સ્કૂલની પહેલને આ સ્ફુકના વિધાર્થીઓએ સહર્ષ વધાવી લીધી હતી અને સ્કૂલે આવતા પહેલા દરેક વિધાર્થીઓએ પોતાના ઘરે માતાપિતાનું પૂજન કરીને તેમની ભાવવંદના કરી હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે માતાપિતાનું પૂજન કર્યા બાદ હજારોની સંખ્યામાં પુજનના ફોટા સ્કૂલના મોબાઈલ નંબર પર વૉટ્સએપ કર્યા હતા અને સ્કૂલ ખાતે પ્રાર્થનામાં ગીત તેમજ વાર્તાલાપ કરવામાં આવ્યા હતા. શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ખરેખર હૃદય પીગળાવીદે એવી વાર્તા અને ગીતો ગાયા હતા.