શાળાના વિકાસ અને વિદ્યાર્થીનીઓના ઘડતરમાં સહભાગી બનેલી વિવિધ સામાજિક અને વહીવટી સંસ્થાઓના કર્મચારીઓને બાંધી રાખડીવાંકાનેર: એલ.કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય, વાંકાનેર દ્વારા તેમના રજત જયંતિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીનીઓએ છેલ્લા 25 વર્ષથી શાળાના વિકાસ અને વિદ્યાર્થીનીઓના ઘડતરમાં સહભાગી બનેલી વિવિધ સામાજિક અને વહીવટી સંસ્થાઓના કર્મચારીઓને રાખડી બાંધી હતી.જેમાં મામલતદાર કચેરી, પોલીસ કચેરી, ન્યાયલય, આંખની હોસ્પિટલ, દેવદયા હોસ્પિટલ પાંજરાપોળ, DYSP કચેરી, બી.આર.સી. ભવન, એસ.ટી. બસસ્ટેન્ડ, અને તમામ પત્રકાર મિત્રોને વિદ્યાર્થીનીઓએ રક્ષાસૂત્ર બાંધી, શુભેચ્છા કાર્ડ આપી, મોં મીઠું કરાવી અને શુભકામનાઓ પાઠવી હતી. એલ.કે. સંઘવી શાળા પરિવારે આ તમામ કાર્યકર્તાઓ સેવાના કાર્યો કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે સ્વ. લલિતભાઈ મહેતાની પ્રેરણાથી કાર્ય કરતા પ્રમુખ અમરશીભાઈ અને વિનુભાઈ રૂપારેલિયાને પ્રધાન આચાર્ય દર્શનાબેને રાખડી બાંધી હતી. શાળાના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીનીઓના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા કાર્યરત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આચાર્ય બહેનોએ પણ તમામ સેવારત સંસ્થાઓના ભાઈઓ-બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત, કે.કે. શાહ વિદ્યાલય ખાતે ઓમ શાંતિ સંસ્થામાંથી પધારેલા કાર્યકર્તાઓ ભાઈઓ-બહેનોની હાજરીમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગીતો અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. પધારેલા સારિકા દીદીએ શિક્ષકગણને આશીર્વાદ આપ્યા હતા અને એક સંકલ્પ લેવા તથા તેનું અનુસરણ કરવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને ભવિષ્યમાં વ્યસનમુક્ત રહી કુટેવોથી દૂર રહેવા સમજાવ્યા હતા.