મોરબી : સામાજિક સેવાના કાર્યોમાં અગ્રેસર રહેતા 'સંગમ ફાઉન્ડેશન મોરબી' દ્વારા મકરસંક્રાંતિના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના સભ્યોએ મોરબીની આસપાસના સેવા વસ્તી વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં રહેતા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરા અને મમરાના લાડવાનું વિતરણ કર્યું હતું. આ બાળકો તહેવારના આનંદથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી કરેલ કાર્યથી બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું હતું.