ભૂતપૂર્વ અને વર્તમાન છાત્રો તેમજ ગ્રામજનો દ્વારા સરસ્વતિ યજ્ઞનું આયોજન કરાયું હળવદ : હળવદ તાલુકાના ટીકર(રણ) ગામે આવેલ ટીકર પે-સેન્ટર શાળા નંબર-1ના 151 વર્ષ પૂર્ણ થતા શાળામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અહીંની શાળાના તમામ બાળકો ના કલ્યાણ અર્થે પૌરાણિક સરસ્વતી યજ્ઞ અને શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ શાળામાં થી અભ્યાસ કરી ગયેલા તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય તેમજ આ શાળાના તમામ ગુરુજનોના કલ્યાણ તેમજ ગામમાં સુખ શાંતિ અર્થે આ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તો સાથે સાથે માં સરસ્વતી અને માં ભગવતીની આરાધના કરી જેનાથી શાળા મંદિર ખરેખર એક યજ્ઞ શાળામાં ફેરવાઈ ગયું હતું.શાળાના આ અનોખા કાર્યક્રમ થી ગામ અને શાળા વચ્ચે એક નવો રાહ બને અને સહિયારા સહયોગથી શિક્ષણ રથ આગળ વધે તેવા આસય સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના આ ટેકનોલોજીના આધુનિક યુગમાં બાળકો આધ્યાત્મિક તરફ વળે અને શાળા પરિવાર એક તાંતણે બંધાયએ હેતુ પણ સિદ્ધ થયેલો જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં એક સારું,સાચું અને મૂલ્ય લક્ષી શિક્ષણ મળી રહે અને નોકરી માટે નહિ પણ સંસ્કાર અને ચારિત્રવાન,પ્રામાણિકતાના ગુણ વિકસી સાચા નાગરિકો આ સમાજને મળે તેવી પ્રાર્થના ગામના તમામ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના સ્થાપના દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યો તેમજ ગામના વિવિધ જ્ઞતિના આગેવાનોએ હાજરી આપી સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તમામ સમાજના આગેવાનોના સહકાર બદલ શ્રી ટીકર પે સેન્ટર શાળાના આચાર્ય તેમજ શાળાના શિક્ષકોએ ખરા દિલ થી આભાર માન્યો હતો .