મોરબીમાં જય વેલનાથ યુવા ગ્રુપ દ્વારા સો ઓરડી સ્થિત જિલ્લા સેવા સદનની બાજુમાં ચુંવાળીયા કોળી સમાજની બોર્ડિંગ ખાતે ગણેશોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગણેશજીની ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ બંનેના દર્શન થાય છે. તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકનો ફ્લોટ બનાવવામાં આવ્યો છે. ફ્લોટ તૈયાર કરવા માટે વિષ્ણુ જે. મજેઠીયાએ ખાસી જહેમત ઉઠાવી હતી.