કેદીઓને આરોગ્ય અંગે જાગૃત કરી માસ્ક, સેનીટાઈઝરનું વિતરણ કરાયું મોરબી : મોરબીમાં સબ જેલ ખાતે આજે તા. 2 ઓકટોબરના રોજ ગાંધી જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી. મોરબી જિલ્લામાં સબ જેલ ખાતે આજે તા. 2 ઓકટોબરના રોજ ગાંધી જયંતી નિમિતે સબજેલના તમામ બંદિવાનોને માસ્ક, સેનીટાઈઝર તથા શરીર સ્વચ્છતા માટે નહાવાના સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી સબજેલના જેલર એલ.વી.પરમારના વડપણ હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો - ઓ્ડીનેટર પિયુષભાઈ જોષી, ટીબીએચવી નિખિલભાઈ ગોસાઈ, લેપ્રસી પેરમેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર, નવજીવન ટ્રસ્ટમાંથી મોહસીનભાઈ બોદર, અનમોલ ટ્રસ્ટમાંથી ભાવેશભાઈ ગોહિલ તથા યશભાઈ જોષી, શ્વેતના પ્રોજેક્ટના રાજેશભાઈ લાલવાણી દ્વારા કોરોના મહામારી સામે સુરક્ષા મળી રહે તેવા ઉમદા હેતુથી બંદિવાનોમાં આરોગ્ય વિશે જાગૃત કરી તેઓ વિશેષ રીતે સુરક્ષિત અને સલામત રહે તે માટે સમજણ આપી હતી. તેમજ માસ્ક, સેનીટાઇઝર તથા સાબુનું વિતરણ કરી ગાંધી જયંતીની ઉજવણી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..