વાંકાનેર : વાંકાનેરની ભાટીયા સોસાયટીના રહીશો દ્વારા ધૂળેટીના પાવન પર્વની હર્ષોલ્લાસ અને ભાઈચારા સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સોસાયટીના તમામ લોકોએ એકસાથે મળીને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ધૂળેટીના આ રંગોત્સવ પર્વ પર ભાટીયા સોસાયટીના નાના ભૂલકાઓથી લઈને યુવાનો અને વડીલો સુધીના સૌ કોઈ એકતાની ભાવના સાથે ધામધૂમથી એકબીજાને રંગો લગાવીને તહેવારની મજા માણી હતી. આ તકે માત્ર રંગોત્સવ જ નહીં, પરંતુ રાસ-ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી જેમાં સોસાયટીના રહીશો મન મૂકીને ઝૂમ્યા હતા.તહેવારનો આનંદ બમણો કરવા અને પારસ્પરિક સંબંધો વધુ મજબૂત બનાવવા માટે સોસાયટીના તમામ રહીશો માટે સમૂહ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં ભાટીયા સોસાયટીના રહીશોએ એકસાથે તહેવાર ઉજવીને સમાજને એકતા અને સદભાવનાનો અનોખો સંદેશ આપ્યો છે.#Vankaner #BhatiaSociety #Dhuleti #HoliCelebration #FestivalOfColors #Unity #SamuhBhojan #MorbiUpdate #MorbiNews #GujaratNews