મોરબી: મોરબી ખાતે મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના અંતર્ગત 31મી ડિસેમ્બરની ઉજવણી જ્ઞાન અને સંસ્કૃતિના રંગો સાથે અનોખી રીતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સાંસ્કૃતિક ગીત સાથે કરવામાં આવી હતી.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પાત્રો ભજવ્યા હતા. જેમાં રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ, અને ગૃહિણી જેવા અલગ-અલગ પાત્રોના અભિનય દ્વારા 'જ્ઞાન સાથે ગમ્મત'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સેન્ટર સ્ટાફના પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ અને ભગિરથભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.કેન્દ્ર દ્વારા હાલમાં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ફ્રીમાં નર્સિંગની તાલીમ આપવામાં આવે છે. સેન્ટર મેનેજરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં અહીં નવા અને અલગ-અલગ કૌશલ્ય વિકાસના કોર્ષિસ શરૂ થવાના છે. રસ ધરાવતા ઉમેદવારોને 'વહેલા તે પહેલા'ના ધોરણે તાલીમનો લાભ લેવા માટે સેન્ટર, ઘનશ્યામ માર્કેટ, ત્રીજો માળ, વી માર્ટ પાસે, રવાપર રોડ, મોરબીની મુલાકાત લેવા જણાવાયું છે.