મોરબી: રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા રામજન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાં 15 જાન્યુઆરીથી શરુ થયેલ નિધી સમર્પણ મહાઅભિયાનના 27 ફેબ્રુઆરીએ છેલ્લા દિવસ સુધી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. જે અંતર્ગત આજે પાકિસ્તાનથી આવીને મોરબી વસેલા તમામ જ્ઞાતિના હિંદુભાઈઓએ સાથે મળીને એકઠા કરેલા રૂપિયા 50000 આજે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલય ખાતે હિંદુ રિહબીલીટીના કમીટીના માધ્યમથી સમર્પણ કર્યા હતા. ઉપરોક્ત અભિયાનમાં નાનામાં નાના પરિવારોએ પણ પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત મોરબીના સિરામિક ક્ષેત્રના એલિન્ટા ગ્રેનાઈટો દ્વારા રૂપિયા 1,21,111નું સમર્પણ કરેલ. જ્યારે સોરિસો સિરામિક દ્વારા 1,21,111 રૂપિયા, બ્લુઆર્ટ સિરામિક દ્વારા 1,11,111 રૂપિયા અને લાયકોસ સિરામિક દ્વારા 51000 રૂપિયાનું અનુદાન અર્પણ કરાયું હતું. આ પ્રસંગે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના વિવિધ અગ્રણીઓએ ઉપસ્થિત રહી સમર્પણનો સ્વીકાર કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા અને આ રામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.