મોરબી : મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં 150થી વધુ દર્દીઓ સાજા નરવા થયા છે. ત્યારે આ સેવાકીય પ્રવૃત્તિની જ્યોત પ્રજ્વલિત રહે તે માટે દાતાઓ દ્વારા અવિરત પણે દાનનો પ્રવાહ વહાવવામાં આવી રહ્યો છે. આજરોજ યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત આદર્શ નિવાસી શાળાના કોવિડ કેર સેન્ટર માટે મોરબી ગુર્જર સુતાર જ્ઞાતિ, વિશ્વકર્મા ધૂન મંડળ તરફથી રૂપિયા 35000, રમેશભાઈ સવાડિયા (પ્રજાપતિ) તરફથી રૂપિયા 11000 અને હર્ષભાઈ પ્રકાશભાઈ ગામી તરફથી 500 પાણીની બોટલ દર્દીઓ માટે સમર્પિત કરવામાં આવી હતી.