મોરબી : મોરબી નજીક આજે સવારના સમયે ડમ્પર હડફેટે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લાલપર પાસે હોનેસ્ટ હોટલથી આગળ વર્ધમાન હોટેલ સામે જીજે 12 બીવીબ 3727 નંબરના ડમ્પરે એક અજાણ્યા યુવાનને હડફેટે લીધો હતો. જેના કારણે અંદાજે 25 વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા અને ડમ્પર ચાલકને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.