મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ ટીંબા વાડી વિસ્તારમાં જગદીશભાઈ બેચરભાઈ કાવરની વાડીએ પીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મરમા વીજ શોક લાગતા અંદાજે 30 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાડી માલિક જગદીશભાઈ કાવરે પોલીસને જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.