મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર મેડિકલ કોલેજ સામે તાજેતરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજે 30 વર્ષની વયના એક અજાણ્યા પુરુષનું કન્ટેનર નંબર GJ-39-T-1603 ના ચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેના વાલીવારસનો કોઈ પત્તો લાગ્યો નથી. મૃતક અંગે કોઈ પણ પ્રકારની જાણકારી હોય તો મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 6359626053 પર અથવા રૂબરૂ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા એન.એ.ગઢવી (પી.એસ.આઈ.) દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #Accident #MorbiUpdate #PoliceInvestigation #MorbiPolice #HighwayAccident #IdentificationRequest