હળવદ : હળવદમાં તા.16ના રોજ અમુલ ફર્નિચર શો રૂમ પાછળ નર્મદા કેનાલના પાણીમાં ડુબી જતા અજાણી 32 વર્ષની મહિલાનું મોત થયું હતું. આ મહિલાની ઓળખ મેળવવા વાલી વારસની હાલ પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.મહિલાને શરીરે પાતળો બાંધો છે. વાને ઘંઉં વર્ણો, માથાના ભાગે કાળા વાળ છે. તથા ગળાના ભાગે કંઠી પહેરેલ છે. બંને હાથમાં બંગડી પહરેલ છે.તેમજ બંન્ને કાનમાં નાના બુટીયા પહરેલ છે. જમણા હાથે ઉપર કાંડાના ભાગે અંગ્રેજીમાં 'M' ત્રોફાવેલ છે.તથા જમણા હાથની કોણીના ભાગે મોરપીંછ ત્રોફાવેલ છે. જેમાં 'રાધે કિષ્ના' લખાવેલ છે.તેની બાજુમાં અંગ્રેજીમાં 'K' ત્રોફાવેલ છે. શરીરે બ્રાઉન તથા બ્લેક કલરનું ગાઉન પહેરેલ છે. જેમા નાની ફુલડાની ડિઝાઇન છે. આ મહિલા અંગે કોઈને જાણ હોય તો એસ.બી.પરમાર મો.નં. ૭૩૮૩૨૦૨૩૩૯ અથવા હળવદ પોલીસ સ્ટેશન ટેલી.નં.(૦૨૭૫૮) ૨૬૧૨૫૨ તથા મો.નં.૬૩૫૯૬૨૬૦૫૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.