મોરબી : મોરબીના વીસી ફાટક પાસે આજે સવારે ટ્રેન હડફેટે એક અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.તેમજ આ બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની વીસી ફાટક નજીક આજે સવારે પસાર થઈ રહેલી ટ્રેન હડફેટે એક યુવાન ચડી જતા તેનું ધટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે રેલ્વે પોલીસને જાણ થતા રેલ્વે પોલીસે સ્થળ પર પહોચીને મૃતક યુવાનનું ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવતા મૃતદેહને પી.એમ.માટે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક યુવાન અકસ્માતે ટ્રેન હડફેટે આવી ગયો છે કે આપધાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.