મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક રેલવે ટ્રેક પરથી આજે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.આ અંગે મોરબી પોલીસના મુકેશભાઈએ જણાવ્યું હતું કે, આશરે 30 થી 35 વર્ષની વયનો અજાણ્યો યુવાન ગતરાત્રે રફાળેશ્વર પાસે રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે ચડી જતા તેનું મોત થયાનું પ્રાથમિક તારણ છે.જોકે હજુ સુધી બનાવનું કારણ સ્પષ્ટ થયું નથી અને મૃતકની ઓળખ પણ મળી નથી.હાલ તાલુકા પોલીસે એડી નોંધીને આ બનાવની સઘન તપાસ હાથ ધરી છે.