હળવદ : હળવદ શહેરમાં આવેલ મોર્ડન સ્કૂલ પાછળ પસાર થતી માઈનોર કેનાલમાં ડૂબી જવાથી અંદાજે 30થી 35 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે હળવદમાં પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા જાગૃત નાગરિક અજિતભાઈ મકાભાઈ ગોહિલે પોલીસને જાણ કરતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.