મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કંપનીના મજૂર ક્વાર્ટરની અગાશી ઉપરથી આજે સવારે શ્રમિક યુવાનની લાશ મળી આવી હતી.પોલીસની તપાસમાં આ શ્રમિક યુવાનને કોઇએ બોથર્ડ પદાર્થ ના ઘા ઝીકીની મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું હતું.જોકે આ શ્રમિક યુવાનની હત્યા કોણે અને શું કામ કરી તે બાબતે ભારે રહસ્ય સર્જાયું છે.હાલ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ રહસ્યમય હત્યાના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ધુંટું ગામની સીમમાં આવેલ સિવેન સીરામીક કારખાનની અગાશીમાંથી આજે સવારે વિજય ખીમજીભાઈ ગણાવા ઉ.વ.21 નામના મજૂરનો મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખેસડીને આ બનાવની તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં આ શ્રમિક યુવાનની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.આથી મૂળ મધ્યપ્રદેશના વતની અને આજ સીરામીક કારખાનામાં મૃતકની સાથે રહેતા તેના ભાઈ મનોજ ખીમજીભાઈ ગણાવાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેના ભાઈ વિજયને કોઈ કારણસર અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથર્ડ પદાર્થનો ઘા ઝીકીની હત્યા કરી નાખી હતી. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628 આ હત્યાના બનાવ અંગે તાલુકા પીએસઆઇ ઋતુરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મૃતક યુવાન તેની પત્ની સહિતના પરિવારજનો સાથે આ સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો હતો.તે ગતરાત્રે કારખાનાના મજૂરોના ક્વાર્ટરની અગાશી ઉપર નિત્યક્રમ મુજબ સૂતો હતો અને આજે સવારે તેની લાશ મળી આવી હતી.તેના માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું.જોકે કારખાના મજૂરોના ક્વાર્ટર ઉપર સળંગ અગાશી આવેલી છે અને આ અગાશી ઉપર મૃતકની સાથે અલગ અલગ રીતે ખાટલાઓમાં તેના પરિવારજનો અને અન્ય મજૂરો સુતા હતા એટલે તેની રાત્રી દરમિયાન અગાશી પર થયેલી હત્યા અંગે હાલ કોઈ ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા થઈ શકે એમ નથી.જોકે તેની નિદરમાં હત્યા થઈ છે કે કેમ તે અંગે હાલ કોઈ વિગતો મળી નથી.પણ આ આ હત્યાનો ભેદ ઉકેલવા તેની પત્ની સહિતના પરિવારજનોની પૂછપરછ થઈ રહી છે.