ગોલતર પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો : એ.એસ.પી અતુલ કુમાર બંસલ સહિતના અધિકારીઓએ પરિવારને સાંત્વના પાઠવી હળવદ : ગઈકાલે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનની કાર કચ્છના નાના રણમાં પલટી મારી જતા અકસ્માતમાં માનગઢના વતની એવા પોલીસ જવાનનું મૃત્યુ નિપજતા નાના એવા ગામા શોકની કાલીમાં છવાઈ છે. આજે પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાતા માનગઢ ગામ હિબકે ચડ્યું હતું અને એ.એસ.પી અતુલકુમાર બંસલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગોલતર પરિવારને સાંત્વના પાઠવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે કચ્છના નાના રણમાં આવેલ સુરેલ શક્તિ માતાજીના મંદિરે દર્શન કરી પરત આવી રહેલા હળવદ તાલુકાના માનગઢ ગામના વતની અને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સગરામભાઈ કુકાભાઈ ગોલતરની કારને અકસ્માત નડતા કાર પલટી મારી જતા સગરામભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ઇજાઓ પહોંચી હતી. વધુમાં મૃતક સગરામભાઈના પરિવારમાં બે ભાઈ અને પાચ બહેનો છે અમે સગરામભાઈને સંતાન બે દિકરા છે જેમાં એક દિકરો દસ વર્ષનો અને બીજો સાત વર્ષનો છે. ઉલ્લેખનીય છે કે, સગરામભાઈ પરિવારના મુખ્ય આધારસ્તંભ હોય તેમની અણધારી વિદાયથી પરિવાર ઉપર મુશ્કેલી આવી પડી છે. આજે સગરામભાઈને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમની અંતિમયાત્રામાં એ.એસ.પી અતુલકુમાર બંસલ, હળવદ પી.આઈ કે.જે.માથુકીયા, પીએસઆઈ રાજેન્દ્રદાન ટાપરીયા, માળીયા પીએસઆઈ બી.ડી.જાડેજા સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃતક સંગ્રામભાઈની સ્મશાનયાત્રામા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, ગામના સરપંચ સહિત ગામના લોકો અને મૃતકના મીત્રો, સગા, સ્નેહીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. એ.એસ.પી અતુલ કુમાર બંસલ હળવદ પી.આઈ કે.જે.માથુકીયા પી એસ આઈ રાજેન્દ્ર દાન ટાપરીયા માળીયા પી.એસ આઈ બી.ડી.જાડેજા સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર આપ્યું મૃતક સગરામભાઈના પરિવારમાં બે ભાઈ અને પાચ બહેનો હતા સંતાન બે દિકરા છે જેમાં એક દિકરો દસ વર્ષ નો અને બીજો સાત વર્ષ નો છે મૃતકની સમ્સાનયાત્રામા હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા, ગામના સરપંચ સહિત ગામના લોકો અને મૃતકના મીત્રો જોડાયા હતા