હ્યુમન મેટાન્યુમોવાઈરસથી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ*હ્યુમન મેટાન્યુમોવાઈરસ એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલી છેમોરબી : હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)ના કેસો જોવા મળી રહ્યા છે. હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે. સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV)થી ગભરાવવાની જરૂર નથી, પરંતુ વાઇરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.____________________________________મેટાન્યુમોવાઈરસ (HMPV) વિશે જાણવા જેવી બાબતો- મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે.- વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલી છે.- આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે.____________________________________મેટાન્યુમોવાઈરસ (HMPV)ના લક્ષણો દેખાય તો શું કરવું (Do's)?- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.____________________________________મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું (Don'ts):- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ.- ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.- જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ જણાયા છે, હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે. જો વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.____________________________________