કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ગટરની બહાર જ રાખી દેતા ગંદકી ફેલાઈ મોરબી : મોરબીના શનાળા રોડની શેરીમાં ગટર સાફ કર્યા બાદ જ કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ગટરની બહાર જ રાખી દેતા ગંદકીની સમસ્યા વકરી રહી છે.આજુબાજુમાં ગંદકીના ગંજ હોવાથી સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયું છે.તેથી તંત્ર વહેલીતકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના શનાળા રોડ ઉપર મહારાષ્ટ્ર બેંકની સામે આવેલ મહાવીર ફરસાણની પાછળની શેરીની ગટરની સફાઈ કરવામાં તંત્રએ વેઠ ઉતારી હતી જેમાં ગટરની સફાઈ કરીને કચરો ગટરની બહાર જ રાખી દેવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગટરની બહાર ઘણા દિવસોથી કચરો પડ્યો છે.કચરો ઉપડવાની તંત્ર તસ્દી લેતું ન હોવાથી આજુબાજુમાં ભારે ગંદકી ફેલાઈ રહી છે.જેથી સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ સર્જાયું છે કચરાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.આથી સ્થાનિકોએ તંત્ર વહેલી તકે અહીંયા સફાઈ કરે તેવી માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne