મોરબી : મોરબીમાં પંચાસર ચોકડીથી દલવાડી સર્કલ સુધીના રસ્તામાં ભૂગર્ભ ગટરની કુંડીઓ જાણે અકસ્માતને નોતરૂ આપતી હોય તેવું લાગી રહ્યું છે. રોડ ઉપર અમુક કુંડીઓ રોડની સપાટીથી ઉપસેલી છે તો અમુક નીચે બેસેલી છે. સમતલ કુંડીઓ ભાગ્યે જ છે. ઉપરાંત અમુક કુંડીઓમાં તો ઢાંકણા પણ નથી. આ કુંડીઓના કારણે ટ્રાફિક જામ થતો હોવાની પણ રાવ છે.