મોરબી : મોરબીના પાડાપૂલ પરથી માનસિક અસ્થિર મહિલા નીચે પડી ગઈ હતી. મહિલાને ઇજા પહોંચતા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના કુબેરનાથ રોડ પર મેમણ શેરીમાં રહેતા 34 વર્ષીય રજીયાબેન આદિમભાઈ કાસમાણી કે જેઓ અપરિણીત અને માનસિક રીતે અસ્થિર છે. તેઓને તમાકુના બંધાણી છે. પરંતુ હાલમાં લોકડાઉન દરમિયાન તમાકુ ન મળતા ચક્કર આવી જવાથી તેઓ ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં પાડાપુલ ઉપર મંદિરની સામેના ભાગેથી નીચે પડી ગયા હતા. લોકો દ્વારા 108 એમ્બ્યુલસ સેવાને જાણ કરવામાં આવતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.