વાંકાનેર : વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત વિકસિત ગુજરાત ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં લાભાર્થીઓ માટે આવાસનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.વાંકાનેર વિધાનસભામાં આયોજીત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થી પરિવારને પોતાના સપનાનું ઘર અર્પણ કરવામાં આવતા લાભાર્થી પરિવારના ચહેરા પર સંતોષ અને સ્મિત જોવા મળ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ડો. હીતેશભાઈ ચૌધરી, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, અશ્વિનભાઈ મેઘાણી, પ્રગ્નેસભાઈ વાઘેલા, પ્રગ્નેશભાઈ પટેલ, પ્રભુભાઈ વિજવાડીયા,સંગીતાબેન વોરા, રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય જાહીરભાઈ શેરસીયા, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા,મોરબી જિલ્લા પંચાયત પુર્વ કારોબારી ચેરમેન ઈસુબભાઈ શેરસીયા, વાંકાનેર તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ પ્રકાશભાઈ કાકડિયા, તેમજ મોરબી જીલ્લા અને વાંકાનેર તાલુકા વાંકાનેર શહેરનાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.