કમિશનરે ક્લસ્ટર 2ની વિઝીટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું મોરબી : મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ગઈકાલે તારીખ 27 ઓક્ટોબરના રોજ ક્લસ્ટર 2ની વિઝીટ કરવામાં આવી હતી. જેમાં ક્લસ્ટર નંબર 2ના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરાઈ હતી. તથા અમરેલી ગામ, રામદેવપીર મંદિર સામે, ચારબાય મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, વિજયનગર, આસ્વાદ પાન પાસે આવેલ GVP પોઇન્ટની વિઝીટ કરાઈ હતી. આ ઉપરાંત શાંતિવન સ્કૂલની વિઝીટ કરવામાં આવી હતી તથા ડોર ટુ ડોરની કામગીરીનું નિરીક્ષણ કમિશનર દ્વારા કરાયું હતું.આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર, ગાંધી સોસાયટી તથા આલાપ પાર્ક સોસાયટી પાસે આવેલા નાલાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દર મંગળવારે અઠવાડિક ખાસ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે 28 ઓક્ટોબર ને મંગળવારના રોજ શહેરી વિસ્તારમાં નવલખી ફાટક, વિજયનગર, સર્કિટ હાઉસ થી મહેન્દ્રનગર, ત્રાજપર ચોકડી, ભડીયાદ મેઈન રોડ, સ્વચ્છતા રોડ, મચ્છુ માતાજી રેલિંગ, નરસંગ ટેકરીથી રવાપર ચોકડી, તુલસી પાર્ક મેઇન રોડ તથા લીલાપર ચોકડી થી રફાળેશ્વર પુલ સુધી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.